ગીર સોમનાથ: ફરેડા ગામે વાડીમાં સુઈ રહેલા વૃદ્ધા પર દીપડાનો હુમલો, માથું ફાડી ખાતા મોત
ગીર સોમનાથ: ગીર ગઢડાનાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. વૃદ્ધ મહિલા પર દીપડો

ગીર સોમનાથ: ગીર ગઢડાનાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. વૃદ્ધ મહિલા પર દીપડો ત્રાટકતા મહિલાનું મોત નિપજ્યું છે. રાત્રીના સમયે મહિલા દિવાળીબેન માવજીભાઈ જોગિયા પોતાની વાડી પર ના મકાને સુતા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત નિપજ્યું છે.
વૃદ્ધ મહિલા સુઈ રહ્યા હતા એ દરમિયાન અચાનક માનવભક્ષી દીપડો આવી પહોંચ્યો હતો. ત્યારે હવે એ સવાલ થાય છે કે, આમ આ માનવભક્ષી દીપડાઓ હવે કેટલાના જીવ લેશે? વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. રાતના સમય દરમિયાન એક વૃદ્ધા ભેંસને ઘાસચારો નાખવા વાડામાં ગયા ત્યારે દીપડો અચાનક જ ધસી આવ્યો અને દાદી તથા પૌત્ર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.






