મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

હૈદરાબાદ, પુણે બાદ ITમાં અગ્રેસર થતું સુરત, ઇનોવેશન અને એફિશિયેન્સીમાં થશે વધારો

સુરત હવે હૈદરાબાદ અને પુણે બાદ આઇટી હબ તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સુરતને પણ ગ

હૈદરાબાદ, પુણે બાદ ITમાં અગ્રેસર થતું સુરત, ઇનોવેશન અને એફિશિયેન્સીમાં થશે વધારો

સુરત હવે હૈદરાબાદ અને પુણે બાદ આઇટી હબ તરીકે ઊભરી રહ્યું છે. ત્યારે સુરતને પણ ગ્લોબલ કંપની આવવાથી મોટો ફાયદો થશે. યાનોલ્જા ક્લાઉડ સોલ્યુશન જે ગ્લોબલ લેવલે 170 દેશોમાં 33000થી વધુ ક્લાયન્ટસ ધરાવે છે. હોસ્પિટાલિટી ટેક્નોલોજીમાં વૈશ્વિક અગ્રણી અને દેશની સૌથી મોટી હોટેલ ટેક્નોલોજી પ્રોવાઇડર કંપની તેની નવી ઓફિસ પાલ અડાજણ ખાતેના જુનોમોનેટા ટાવર સૂરત ખાતે ખસેડી છે.

હોસ્પિટાલિટી મેનેજમેન્ટ સેક્ટરમાં સતત ઇનોવેશન માટે જાણીતી કંપની છે. તેનું આ પગલું કંપનીની મહત્વાકાંક્ષી ગ્રોથ સ્ટ્રેટેજી અને દુનિયામાં ટોપ સોલ્યૂશન્સ પહોંચાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલથી કંપની કોલાબોરેશન, ઇનોવેશન અને એફિશિયેન્સીમાં નવી ઊંચાઇઓ સર  કરશે. હોટલો અને રિસોર્ટ્સની કામગીરીઓને વધુ સક્ષમ બનાવવા, તેમની સુવિધાઓનો મહત્તમ ઉપયોગ થાય અને તેમને વધુમાં વધુ નફો મળી શકે તથા તેમના મહેમાનોને ઉત્તમ સેવા મળે તેમાં વધુ  સારી મદદ કરી શકશે. 

કંપનીના સી.ઇ.ઓ એજાઝ સોડાવાલાએ કહ્યું કે, અમે હોટેલ્સને એવા ક્લાઉડ આધારિત આઇટી સોલ્યૂશન્સ આપીએ છીએ જેનાથી તેઓ જે સુવિધાઓ આપે છે તે વધુ સારી રીતે આપી શકે અને તેમના મહેમાનોને શાનદાર અનુભવ મળે. આ ઉપરાંત હોટેલ્સના નફામાં પણ વધારો થાય. અમારી કંપની આ ક્ષેત્રે દુનિયાભરમાં અગ્રણી છે અને દેશની સૌથી મોટી કંપની છે. 

આ સમાચાર શેર કરો