મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMRELI / 17 વર્ષથી નાસતા ફરતા હત્યાના લિસ્ટેડ આરોપીને LCBએ ભાવનગરમાંથી દબોચ્યો

Amreli News : અમરેલી પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. LCBએ 17 વર્ષથી ન

AMRELI / 17 વર્ષથી નાસતા ફરતા હત્યાના લિસ્ટેડ આરોપીને LCBએ ભાવનગરમાંથી દબોચ્યો

Amreli News : અમરેલી પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. LCBએ 17 વર્ષથી નાસતા ફરતા હત્યાના લિસ્ટેડ આરોપીને ભાવનગરમાંથી દબોચ્યો છે. 

આ આરોપી મનુભાઈ વેલાભાઈ સોલંકીએ 17 વર્ષ પહેલા હત્યા કરી હતી અને આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. હત્યા કર્યા બાદથી આ આરોપી ફરાર હતો અને અત્યાર સુધી નાસતો ફરતો હતો. ગંભીર ગુન્હા ધરાવતા ટોપ 10 આરોપી ના લિસ્ટમાં આ આરોપીનું નામ પણ સામેલ હતું અને  પોલીસે આરોપીને પકડનારને 10,000નું ઇનામ જાહેર કર્યું હતું.

અમરેલી LCBએ આ આરોપીને ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામ નજીકથી ઝડપી લીધો છે. અમરેલી SP હિમકરસિંહે LCBની ટીમનર બિરદાવી હતી. 

અમરેલીમાં ભાવનગરના શખ્સોએ હીરા દલાલની કરી હત્યા

આ ઘટના ગત બે દિવસ પહેલા 22 સપ્ટેમ્બરે અમરેલીના બાબરાના ધરાઈ ગામમાં બની હતી. ધરાઈમાં આરોપીએ એક શખ્સની હત્યા કરીને તેના મૃતદેહને સળગાવી દીધો હતો. ભાવનગરના શખ્સોએ પહેલા હીરા દલાલની કરપીણ હત્યા કરી, ત્યાર બાદ ગુનાને છુપાવવા શખ્સના મૃતદેહને સળગાવી દીધો હતો.

તળાજા નજીક શખ્સની હત્યા કરવામાં આવી હતી. શખ્સના મૃતદેહને કારમાં લાવ્યા પછી અવવારું જગ્યામાં સળગાવી દીધી હતી. આ દરમ્યાન જ  ઘટના સ્થળ પર અચાનક પોલીસ આવી પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

પોલીસે ત્રણ આરોપીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે. તપાસ બાદ જ સામે આવશે મોતને ભેટનાર શખ્સ કોણ છે અને શા માટે આ શખ્સની હત્યા કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો