મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લી: મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણ, હોમગાર્ડ સહિત 6 લોકોને ઇજા

અરવલ્લીના મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી જેમાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઇજા થઇ છે. જોકે, હાલ મેઘરમાં અજંપાભરી સ્થ

અરવલ્લી: મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણ, હોમગાર્ડ સહિત 6 લોકોને ઇજા

અરવલ્લીના મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી જેમાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઇજા થઇ છે. જોકે, હાલ મેઘરમાં અજંપાભરી સ્થિતિ છે.

મેઘરજમાં જૂથ અથડામણ

મેઘરજમાં મોડી રાત્રે જૂથ અથડામણ થતા એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઇજા થઇ હતી. ટોળાએ એક કારના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: VIDEO: 'દિલ્હી કૂચ'નો આરંભ થતાં ખેડૂતોએ બેરિકેડ હટાવ્યા, પોલીસનો ટીયરગેસનો મારોઃ ઈન્ટરનેટ બંધ

જૂથ અથડામણ ક્યા કારણસર થઇ તેનું કારણ હજુ પણ અકબંજ છે. મેઘરજ પોલીસ દ્વારા કોઇ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો