Video: કચ્છના કબરાઉ નજીક પેંગ્વિલ પ્લાયવુડ કંપનીમાં મોડી રાત્રે અફરાતફરી

કચ્છના ભચાઉ તાલુકામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કબરાઉ ગામ નજીક આવેલી પેંગ્વિલ પ્લાયવુડ ટિમ્બર કંપનીમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઈ છે. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે સવાર સુધી તેને કાબૂમાં લેવા માટે ભારે જહેમત કરવી પડી હતી. હાલ ભચાઉ ફાયર ટીમ સહિત અન્ય પાંચ જેટલી ફાયર બ્રિગેડની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં સક્રિય રીતે જોડાયેલી છે.








