મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોસંબા નજીકના હથુરણ ગામે ખેતરમાં કામ કરતાં શ્રમિકની હત્યા, માલિકે મજૂરને મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ

સુરતના કોસંબા નજીક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. હથુરણ ગામે ખેતરમાં કામ કરી રહેલા

કોસંબા નજીકના હથુરણ ગામે ખેતરમાં કામ કરતાં શ્રમિકની હત્યા, માલિકે મજૂરને મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ

સુરતના કોસંબા નજીક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. હથુરણ ગામે ખેતરમાં કામ કરી રહેલા મજૂરની લોખંડની વસ્તુ મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના મોતને લઈને પરિવારમાં શોકની લાગણી પેદા થઈ છે.

આ પણ વાંચોઃ Video: ભગવાન આવી વહુ કોઈને ન આપતા, સુરતમાં 80 વર્ષના સાસુને બેરહેમીપૂર્વક ફટકાર્યા

માલિકે જ મોતને ઘાટ ઉતાર્યાના આક્ષેપ

કોસંબા આવેલ હથુરણ ગામે સવારના સમયે ખેતરમાં કામ કરતાં શ્રમિકની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ નામક યુવકની લોખંડી વસ્તુથી હત્યા કરવામાં આવી હતી. જેથી મૃતકના પરિવારજનોએ કહ્યું કે, ખેતરના માલિકે જ મજૂરની હત્યા કરી હતી. મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ કરવા ખસેડવામાં આવ્યો છે. 

પરિવારની ન્યાયની માગ

મૃતકના સંબંધીઓએ કહ્યું કે, મૃતક ઉમેશ રોજની જેમ ખેતરમાં કામ કરવા માટે ગયો હતો. આ દરમિયાન ખેતરના માલિક આવી ગયા હતાં. કંઈક બોલાચાલી બાદ તેના પર લોખંડના પાઈપ જેવી વસ્તુ લઈને તૂટી પડ્યાં હતાં. જેથી ઉમેશનું મોત નીપજ્યું હતું. હાલ અમારી એક જ માગ છે કે, ઉમેશને મોતને ઘાટ ઉતારનારને કડકમાં કડક સજા થવી જોઈએ.

આ સમાચાર શેર કરો