મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કુતિયાણામાં ભાજપનો પરિવારવાદ: ઢેલીબેન ઓડેદરા સહિત પરિવારના 4 સભ્યોને આપી નગરપાલિકાની ટિકિટ

Kutiyana Municipality Election 2025 : ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પરિવારવાદ અં

કુતિયાણામાં ભાજપનો પરિવારવાદ: ઢેલીબેન ઓડેદરા સહિત પરિવારના 4 સભ્યોને આપી નગરપાલિકાની ટિકિટ

Kutiyana Municipality Election 2025 : ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પરિવારવાદ અંગે ગાંધી પરિવાર અને તેના સાથી પક્ષો પર દરેક ચૂંટણીમાં પ્રહારો કરે છે અને પરિવારવાદનો વિરોધ કરે છે, જો કે ભાજપમાં જ પરિવારવાદના અનેક ઉદાહરણો મળી રહે છે અને તેમાં એક વધુ ઉમેરાયું છે. પોરબંદરની કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પૂર્વ પ્રમુખ સહિત પરિવારના 4 સભ્યોને ટિકિટ આપી છે. 

પરિવારવાદ મામલે ઢેલીબેન સામે ઝુંકયું ભાજપ 

‘અમારી પાર્ટીમાં પરિવારવાદ નથી’ એવું કહેનારા ભાજપ નેતાઓ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં ઢેલીબેન ઓડેદરા સામે ઝુંકી ગયા છે. અહીં ભાજપે કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા સહિત તેમના પરિવારના 4 સભ્યોને ટિકિટ આપી છે, જેની વોર્ડ અનુસાર માહિતી આ મુજબ છે : 

  • વોર્ડ નં.3 : ઢેલીબેન ઓડેદરા  : નગરપાલિકા પૂર્વ પ્રમુખ
  • વોર્ડ નં. 1 : વિક્રમ ઓડેદરા : ઢેલીબેનના દિકરા 
  • વોર્ડ નં. 6 : રાભી રાંભીબેન  - ઢેલીબેનના દીકરાના પત્ની 
  • વોર્ડ નં. 2 : જીવીબેન કડછા - ઢેલીબેનના બહેન

કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા જ ક્વીન

ભાજપમાં એક બાજુ પરિવારવાદનો વિરોધ અને બીજી બાજુ નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના ચાર સભ્યોને ટિકિટ અપાઈ છે. કુતિયાણા નગરપાલિકાની આ ચૂંટણી અંગે રાજકીય પંડિતોના મુખે એક જ ચર્ચા છે કે કુતિયાણામાં ભાજપના નહીં, ઢેલીબેનના નિયમો ચાલે છે અને કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા જ ક્વીન છે. 

27થી વધુ વર્ષ સુધી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ રહ્યાં ઢેલીબેન 

ઢેલીબેન ઓડેદરા લગભગ 27 વર્ષથી વધુ સમય સુધી કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ રહ્યા છે. ઢેલીબેનની રાજકીય કારકિર્દી 1995માં શરુ થઈ, જ્યારે તેઓ 1995માં પ્રથમ વખત  નાગરિક સમિતિમાંથી ચૂંટણી લડ્યાં અને જીતીને  નગરપાલિકાના પ્રમુખ બન્યા.  2002માં પણ નાગરિક સમિતિમાંથી જંગી બહુમતીથી વિજેતા બની ફરીવાર નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા ચૂંટાયા. 2007માં નાગરિક સમિતિમાંથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે તેમની  નિમણુંક થઈ હતી. 2011માં ભારતીય જનતા પાર્ટીના વિચારોથી પ્રભાવિત થઈ પાર્ટી જોઈન કરી હતી. 2012માં ભાજપના નિશાન પરથી બિનહરીફ નગરપાલિકાના પ્રમુખ પદે ચૂંટાયા. 2017માં NCPના  ધારાસભ્ય કાંધલ જાડેજાની પેનલ સામે 24માંથી 19 સીટ પર જંગી બહુમતીથી વિજય મેળવી 5મી વખત નગરપાલિકા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. કુતિયાણા નગરપાલિકા ચૂંટણી 2021માં પણ તેઓ જીતીને પ્રમુખ બન્યા હતા. 

આ સમાચાર શેર કરો