VIDEO: ભૂજનાં ખાવડા પાસે ખુલ્લેઆમ દારૂ વેંચાણ અંગે સરપંચ દ્વારા દરોડાનો વીડિયો વાયરલ
VIDEO: કચ્છ જિલ્લામાં આવેલા ખાવડાના સરહદી વિસ્તારમાં ચાલતા દારૂના બેફામ વેપલાનો વીડિયો સામે આવ્યો છે. કોટડા ગામમાં દેશી અને વિદેશી દારૂના વેચાણ અંગે સરપંચે વીડિયો બનાવીને વાયરલ કર્યા બાદ તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા. દારૂના વેચાણ સ્થળે જનતા રેડ પાડી દારૂના મસમોટા મુદ્દામાલનો વીડિયો ઉતાર્યો હતો.
આ જનતા રેડ બાદ ખાવડા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે 47 હજારના વિદેશી દારૂ સાથે રૂપિયા બે લાખની કિંમતની બોલેરો જીપ જપ્ત કરી હતી. ઘટનાસ્થળ પર પોલીસે દારૂની બોટલો અને ખોખા સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ખાવડાના સરહદ વિસ્તારમાં અદાણી સહિત અન્ય કંપનીઓ આવેલી છે. ખાવડામાં સોલાર પાર્ક આસપાસ વિવિધ કપંની બહાર જાહેરમાં વેચારા દારૂ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં જે તે લોકો સામે પણ દારૂના વેચાણ સામે આંખ આડા કાન થતા હોવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

