Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : VIDEO: Kutch: A young man tragically died after drowning in Samakhiyali Lake in Bhachau

VIDEO: કચ્છઃ ભચાઉના સામખિયાળી તળાવમાં ડૂબી જવાથી યુવકનું કરુણ મોત

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા સામખિયાળી ગામના સ્થાનિક તળાવમાં ન્હાવા પડેલો એક અજાણ્યો યુવક અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી જવાની ગમખ્વાર ઘટના સામે આવી છે. આ અકસ્માત અંગે કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 112 પરથી બાતમી મળતા જ ભચાઉ ફાયર બ્રિગેડની બચાવ ટીમ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સામખિયાળી પહોંચેલી ફાયર ફાઇટરોની ટીમે તળાવના ઊંડા પાણીમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકને શોધવા માટે ભારે જહેમત સાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજે એક કલાકની મહેનત પછી ફાયર ટીમને તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. ન્હાવા ગયેલા આશાસ્પદ યુવકના કરુણ મોતના પગલે સમગ્ર સામખિયાળી પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે, જ્યારે સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

App Store