Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Heat and Run: Car driver hits three on bike, 2 die

VIDEO: ભુજમાં હીટ એન્ડ રન: કારચાલકે બાઈક પર સવાર ત્રણને અડફેટે લીધા, 2ના મોત

Timeછેલ્લું અપડેટ : 28 Dec 2024
લાઇવ ટીવીGoogle News

કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. ભુજના કોડકી રોડ પર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં એક કાર ચાલક પુર ઝડપે આવતા રોડ પર ડિવાઈડરથી એક બાઇક પર સવાર ત્રણ લોકોને અડફેટે લીધા હતા. બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ ગાડી સાથે અથડાઈ હવામાં ફંગોળાયા જેમાં બે લોકોના મોત થયા અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત પામ્યો છે.

App Store

આ પણ વાંચો : VIDEO: કચ્છના માંડવી બીચ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે વિદેશી દારુ

અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. ભુજ એ ડિવિઝન પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો કેસ નોંધી ફરાર થઈ ગયેલા કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અવારનવાર અકસ્માતની આવી ઘટનાઓ બનવાને કારણે સ્થાનિક લોકો દ્વારા કોડકી ચાર રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.