VIDEO: કચ્છના માંડવી બીચ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે વિદેશી દારુ

ગુજરાતમાં ફરી દારૂ બંધીના ધજાગરા ઉડ્યા છે. કરછ જિલ્લામાં એક પ્રવાસન સ્થળ પર દારૂ વેચતા બુટલેગરનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દારૂબંધીના કાયદા વચ્ચે માંડવીમાં ચોંકાવનારા દ્રશ્યો આવ્યા સામે આવ્યા છે જેમાં કચ્છના માંડવી બીચ પર જાહેરમાં દારૂ વેંચતા બુટલેગરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

એક તરફ કચ્છને ગુજરાતની સંસ્કૃતિની ધરોહર ગણી સરકાર રણોત્સવ જેવા કાર્યક્રમો યોજી દેશ વિદેશથી લોકોને પ્રવાસન સ્થળ માટે આકર્ષે છે તો બીજી તરફ માંડવી બીચ પર જાહેરમાં દારુ વેચાઈ રહ્યો છે. હવે દારૂની મહેફિલ માણવા માટે ગુજરાતના લોકોને ગોવા જવાની જરૂર નથી કેમકે કચ્છના માંડવી બીચ ઉપર વિસ્કી, બિયર, વોડકા આસાનીથી મળી રહે છે. એક પ્રવાસન સ્થળ પર ખુલ્લેઆમ વેચાતા વિદેશી દારુના મામલે માંડવી પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
આ વાયરલ વીડિયોની GSTV પુષ્ટિ કરતું નથી.

