કચ્છમાં ફરી ભૂકંપના ઝટકા અનુભવાયા, રાપરના બેલા નજીક કેન્દ્ર બિન્દુ નોંધાયું

કચ્છમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાપરના બેલા નજીક ભૂકંપનું કેન્દ્રબિન્દુ નોંધાયું છે.
કચ્છમાં ફરી ભૂકંપના ઝટકા
કચ્છના રાપરના બેલા નજીક સવારે 9.52 મીનિટે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની 3.3ની તીવ્રતા નોંધાઇ હતી. ભૂકંપનું કેન્દ્રબિન્દુ રાપરના બેલાથી 16 કિલોમીટર સાઉથ વેસ્ટમાં નોંધાયું હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. મહત્ત્વપૂર્ણ છે કે કચ્છમાં અવાર નવાર ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે.
કચ્છમાં 8થી વધુ ફોલ્ટલાઇન સક્રિય
કચ્છમાં સૌથી વધુ ભૂકંપ ઝોન-5માં આવે છે. અહીં ભૂકંપ અવાર નવાર અનુભવાતા રહે છે. કચ્છમાં 8થી વધુ ફોલ્ટલાઇન સક્રિય છે. આ પૈકીના કેટલાક ફોલ્ટ એવા છે જેના કારણે ભૂકંપના આંચકા આવતા રહે છે.
કચ્છ જિલ્લામાં મોટા ભાગના ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ ભચાઉ,રાપર,દુધઇ નજીક નોંધાઇ રહ્યાં છે.
ભૂકંપ ફોલ્ટ લાઈનમાં કચ્છની ભૂકંપ પર સિસ્મોલોજી અને જિયોલોજિકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. ખાવડા નજીક નવી ફોલ્ટ લાઈન એક્ટિવ થતા ચિંતાનો વિષય બન્યો છે. કચ્છ વિસ્તારની વાત કરીએ આ વિસ્તારમાં ઘણા સક્રિટ ફોલ્ટ છે. જેમાં નગર પાકર ફોલ્ટ, અલ્લાહબંદ ફોલ્ટ, કીડિયા ફોલ્ટ, ગેડી ફોલ્ટ, બન્ની ફોલ્ટ, નોર્થ વાગડ ફોલ્ટ, વાગડ ફોલ્ટ, કચ્છ મેઈન લેન્ડ ફોલ્ટ, વિગોડી-ગુગ્રિયાના ફોલ્ટ, નાઈરા રીવર ફોલ્ટ, કંટ્રોલ હિલ ફોલ્ટનો સમાવેશ થાય છે.

