Gujarat news: 7 મહિનામાં ભૂકંપના 14 આંચકા, 7 માત્ર જુલાઈમાં જ નોંધાયા

સોર્સ : gstv
કચ્છમાં રવિવારે વહેલી સવારે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાણકારોના મતે કચ્છમાં સૌથી વધુ ભૂકંપ ઝોન-5માં આવે છે. અહીં ભૂકંપ આવતા રહેતા હોય છે. કચ્છમાં 8થી વધુ ફોલ્ટ લાઈન સક્રિય છે. આ પૈકીના કેટલાક ફોલ્ટ એવા છે જેના તારણે ભૂંકપના આંચકાના કારણે ભૂંકપ આવતા રહે છે.
ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો
છેલ્લા થોડાક દિવસથી નોંધાઈ રહેલ ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તાજેતરનાં જ કચ્છના ખાવડા નજીક 4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા વધારે હતી. કચ્છ જિલ્લામાં મોટા ભાગના આંચકાના કેન્દ્રબિંદુ ભચાઉ, રાપર, દુધઈ નજીક નોંધાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાંથી 6થી 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈન આવેલી છે.
કચ્છમાં 7 જેટલી ફોલ્ટલાઈન એક્ટિવ થતાં તંત્ર ચિંતિત
ભૂકંપ ફોલ્ટ લાઈનમાં કચ્છની ભૂકંપ પર સિસ્મોલોજી અને જિયોલોજિકલ વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. ખાવડા નજીક નવી ફોલ્ટ લાઈન એક્ટિવ થતા ચિંતાનો વિષય બન્યો છે. કચ્છ વિસ્તારની વાત કરીએ આ વિસ્તારમાં ઘણા સક્રિટ ફોલ્ટ છે. જેમાં નગર પાકર ફોલ્ટ, અલ્લાહબંદ ફોલ્ટ, કીડિયા ફોલ્ટ, ગેડી ફોલ્ટ, બન્ની ફોલ્ટ, નોર્થ વાગડ ફોલ્ટ, વાગડ ફોલ્ટ, કચ્છ મેઈન લેન્ડ ફોલ્ટ, વિગોડી-ગુગ્રિયાના ફોલ્ટ, નાઈરા રીવર ફોલ્ટ, કંટ્રોલ હિલ ફોલ્ટનો સમાવેશ થાય છે.

