Earthquake today: કચ્છના ખાવડામાં ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી રહી તીવ્રતા?

સોર્સ : gstv
Earthquake today: કચ્છ જિલ્લામાં રવિવારે રાત્રે ધરતીકંપ અનુભવાયો હતો. પશ્ચિમ કચ્છમાં રાત્રે 9.47 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ ઉપર 4 નોંધવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 20 કિલોમીટર પૂર્વ-દક્ષિણ દિશામાં સ્થિત હતું.
જો કે, ભૂકંપને લીધે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ગત ત્રણ દિવસમાં ભૂકંપનો આ ત્રીજો આંચકો છે. જે વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત આવી રહેલા આંચકાએ સ્થાનિક વહીવટી તંત્ર અને લોકોની ચિંતામાં વધારો કર્યો છે.ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ સમગ્ર સ્થિતિ પર મોનિટરિંગ રાખી રહ્યા છે. હાલ કોઈ ગંભીર નુકસાન નથી.

