Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : Bhuj News: 154 students who did not get independent school boycotted study

Bhuj News: સ્વતંત્ર શાળા ન મળતા 154 વિધાર્થીઓએ કર્યો હતો અભ્યાસનો બહિષ્કાર, 6 વર્ષે મળી સ્વતંત્ર શાળાને મંજૂરી 

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Bhuj News: સ્વતંત્ર શાળા ન મળતા 154 વિધાર્થીઓએ કર્યો હતો અભ્યાસનો બહિષ્કાર, 6 વર્ષે મળી સ્વતંત્ર શાળાને મંજૂરી 
સોર્સ : GSTV

VIDEO: કચ્છ જિલ્લાના ભૂજના ભારત નગરમાં સ્વતંત્ર શાળા ન મળતા 154 વિધાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર કર્યો હતો તમામ બાળકોએ શાળામાં સર્ટિફિકેટ કઢાવીને શાળા છોડી દીધી હતી અને વાલીઓ લડતના મૂળમાં આવી ગયા હતા. જો કે બાળકો અને વાલીઓની લડત સામે સરકાર ઝૂકી છે અને સરકારે સ્વતંત્ર શાળાને મંજૂરી આપી દીધી છે.

App Store

છેલ્લા 5 વર્ષથી સ્વતંત્ર શાળાની માંગ કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે હવે સુખનો સૂરજ ઉગ્યો છે. છેલ્લા એક માસ દરમિયાન ભૂજના રુદ્રમાતાથી આગળ આવેલા ભારત નગરના વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવેલી લડતથી રાજ્ય સરકાર દ્વાર સ્વતંત્ર શાળાને મંજૂરી આપવામાં આવી છે. અગાઉ કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય શિક્ષણ વિભાગને 2 વખત ભારત નગરમાં સ્વતંત્ર શાળા આપવા માટે દરખાસ્ત કરી હતી. પરંતુ બંને વખત સરકારે સ્વતંત્ર શાળા આપવાની દરખાસ્તના મંજૂર કરતા વાલીઓ લડતના મૂળમાં આવ્યા હતા. અને 154 જેટલા વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ કઢાવીને શાળા છોડી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

એક સમયે ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટના બાદ રાજ્ય શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું. અને હવે આખરે 154 વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતા સરકારે સ્વતંત્ર શાળાની મંજૂરી આપી છે. અગાઉ પ્રથમ વખત જ્યારે સરકાર સમક્ષ સ્વતંત્ર શાળાની દરખાસ્ત કરવામાં આવી ત્યારે જગ્યાના અભાવના કારણે સરકારે દરખાસ્તના મંજૂર કરી હતી. ત્યારબાદ બીજી વખત રજૂઆત કરાઇ ત્યારે પણ સરકારે અગાઉના આદેશની અમલવારી કરવાનો આદેશ કર્યો હતો. જો કે ત્યારબાદ 154 જેટલા વિધાર્થીઓએ શાળામાંથી સર્ટિફિકેટ કઢાવીને અભ્યાસનો બહિષ્કાર કરતા રાજ્ય શિક્ષણ વિભાગ હરકતમાં આપ્યું હતું. અને આખરે સરકારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોતા સ્વતંત્ર શાળાને મંજૂરી આપી છે