Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Government is preparing to sell stake in LIC, will start roadshow; will earn Rs 14,000-Rs.17,000 crore

સરકાર LICમાં હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે, રોડ શો શરૂ કરશે; રૂપિયા 14,000-રૂા.17,000 કરોડ કમાશે

Timeછેલ્લું અપડેટ : 13 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સરકાર LICમાં હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે, રોડ શો શરૂ કરશે; રૂપિયા 14,000-રૂા.17,000 કરોડ કમાશે
સોર્સ : GOOGLE

LIC: સરકાર ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી) માં પોતાનો હિસ્સો વેચવાની તૈયારીમાં આગામી બે અઠવાડિયામાં રોડ શો શરૂ કરી શકે છે. એક આર્થિક સમાચારોની ન્યૂઝ ચેનલે  એક અહેવાલમાં આ માહિતી આપી છે. ડિસઇન્વેસ્ટમેન્ટના પ્રથમ રાઉન્ડમાં એલઆઇસીના 2.5%થી 3% શેર વેચી શકે  છે. મોતીલાલ ઓસ્વાલ અને આઇડીબીઆઇ કેપિટલને આ ઓફર ફોર સેલ (ઓએફએસ) ના મેનેજર બનાવી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે પ્રથમ તબક્કાનું અંતિમ કદ અને કિંમત રોડ શો પછી નક્કી કરવામાં આવશે.

App Store

રૂપિયા 14,૦૦૦- રૂપિયા 17,૦૦૦ કરોડની કમાણી થશે

પ્રથમ તબક્કામાં, કેન્દ્ર સરકારને આ વેચાણમાંથી લગભગ રૂપિયા 14,૦૦૦ કરોડથી રૂપિયા 17,૦૦૦ કરોડની કમાણી થવાની ધારણા છે. હાલમાં, સરકાર એલઆઇસીમાં 96.5% હિસ્સો ધરાવે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ એલઆઇસી ને 16 મે, 2027 સુધીનો સમય આપ્યો છે જેથી તે તેનું પબ્લિક શેરહોલ્ડિંગ વર્તમાન 3.5% થી વધારીને ઓછામાં ઓછું 10% કરી શકે.

એલઆઆઈસીની નાણાકીય સ્થિતિ

આ મહિનાની શરૂઆતમાં, એલઆઇસીએ નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા. નાણાકીય વર્ષ 26 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વીમા કંપનીનો ચોખ્ખો નફો 5.02% વધીને રૂ. 10,986 કરોડ થયો. એક વર્ષ પહેલા સમાન ત્રિમાસિક ગાળામાં તે રૂ. 10,461 કરોડ હતો.

વીમા નિયમનકાર ઇરડા અનુસાર, એલઆઇસીની ફર્સ્ટ યર પ્રીમિયમ આવક (એફવાયપીઆઇ) ના આધારે બજાર હિસ્સાની દ્રષ્ટિએ દેશમાં જીવન વીમા વ્યવસાયમાં બજારમાં અગ્રણી છે, જેનો કુલ હિસ્સો 63.51% છે. ૩૦ જૂન, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, વ્યક્તિગત વ્યવસાયમાં એલઆઇસીનો બજાર હિસ્સો ૩૮.૭૬% હતો, જ્યારે જૂથ વ્યવસાયમાં તે 76.54% હતો.

30 જૂન, 2025ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં, વ્યક્તિગત વ્યવસાયમાં એલઆઇસીનો બજાર હિસ્સો 38.76% હતો, જ્યારે જૂથ વ્યવસાયમાં તે 76.54% હતો.

નાણાકીય વર્ષ 26 ના પહેલા ક્વાર્ટરમાં એલઆઇસીના નવા વ્યવસાયનું મૂલ્ય (એટલે કે વેલ્યુ ઓફ ન્યુ બિઝનેસ વીએનબી) વધીને રૂપિયા 1,944 કરોડ થયું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂપિયા 1,610 કરોડ હતું. એટલે કે, તેમાં 20.75%નો વધારો થયો. આ ક્વાર્ટરમાં નેટ વીએનબી માર્જિન પણ 150 બેસિસ પોઈન્ટ વધીને 15.4% થયું, જે એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં 13.9% હતું.

એલઆઇસીની એસેટ અન્ડર મેનેજમેન્ટ  6.47% વધી

30 જૂન, 2025ના રોજ એલઆઇસીની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વાર્ષિક ધોરણે 6.47% વધીને રૂપિયા 57,05,341 કરોડ થઈ, જ્યારે 30 જૂન, 2024ના રોજ તે રૂપિયા 53,58,781 કરોડ હતી. પ્રથમ ક્વાર્ટરમાં, એલઆઇસીનો એકંદર ખર્ચ ગુણોત્તર ઘટીને 10.47% થયો, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 11.87% હતો. એટલે કે, તેમાં 140 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે