Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / કચ્છ : 5 dead in drowning incidents in Kutch and Dahod, two children drown in lake

કચ્છ અને દાહોદમાં ડૂબવાની ઘટનાઓમાં 5 ના મોત, બે બાળકો તળાવમાં ડૂબ્યા

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કચ્છ અને દાહોદમાં ડૂબવાની ઘટનાઓમાં 5 ના મોત, બે બાળકો તળાવમાં ડૂબ્યા
સોર્સ : GSTV

કચ્છ અને દાહોદ જિલ્લામાં ત્રણ અલગ અલગ ડૂબવાની ઘટનામાં 2 બાળકો સહિત કુલ 5ના મોત નીપજ્યા છે. જેમાં દાહોદના સુખસર તાલુકાના પાટડીયા ગામના તળાવમાં ડૂબી જવાથી 2 બાળકો મોત થયાં છે. જ્યારે રાપરમાં નર્મદા કેનાલમાં અને સામખિયાળીમાં તળાવના પાણીમાં ડૂબવાથી કુલ 3ના મૃત્યુ થયા છે.

App Store

કચ્છના રાપર અને સામખિયાળીમાં ડૂબવાની બે ઘટનામાં ત્રણના મોત

કચ્છના રાપરમાં ફતેહગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે સ્થાનિક યુવકો ડૂબ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિકો દોડી આવ્યા હતા. આ પછી સ્થાનિક પ્રશાસન અને ફાયર બિ્રગેડની ટીમને જાણ કર્યા બાદ બંને યુવકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે, કેનાલના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બંને યુવાનોના મોત નીપજ્યા છે. જેમાં ફાયરની ટીમે ભારે જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યા હતા. 

જ્યારે સામખિયાળીના તળાવમાં ડૂબી જતાં એક અજાણ્યા શખસનું મોત થયું છે. સ્થાનિક લોકોએ મૃતકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આમ, કચ્છમાં બે અલગ અલગ ડૂબવાની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદમાં તળાવ ડૂબી જતાં 2 બાળકોના કરૂણ મોત

દાહોદના સુખસર તાલુકાના પાટડીયા ગામના તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરૂણ મોત નીપજ્યા છે. ગામમાં રહેતા એક જ પરિવારના બે બાળકો શાળાએથી આવ્યા બાદ ગામના તળાવ ઉપર નહાવા ગયા હતા. આ દરમિયાન તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બંનેના મોત થયા છે.  

મૃતક બાળકોના નામ

- પ્રિન્સરાજ (ઉં.વ.11)
- ઋત્વિક (ઉં.વ.9)

ટોપિક્સ:gstvgstv news