Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : VIDEO: Valsad: Truck rams into shop in Kaprada: One dead, 10 vehicles damaged

VIDEO: વલસાડઃ કપરાડામાં ટ્રક દુકાનમાં ઘૂસી, એકનું મોત, 10 વાહનોનો કચ્ચરઘાણ

Timeછેલ્લું અપડેટ : 24 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બેકાબૂ ટ્રકે ભારે તારાજી સર્જી છે. ચાલકે ટ્રકના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક રોડ કિનારે આવેલી એક દુકાનમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકની અડફેટે આવતા ત્યાં પાર્ક કરેલા 10થી વધુ વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ કરુણ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે પહોંચી ગયો હતો અને આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

App Store