કચ્છ: ભૂજ- ભચાઉ હાઈવે પર બેકાબૂ કારની પુલના ડિવાઈડર સાથે ટક્કર: ત્રણના મોત પાંચ, ઘાયલ
કચ્છમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભુજ

કચ્છમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભુજ-ભચાઉ હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો. ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને પાંચ લોકો ઘાયલ થયા છે. પધ્ધર પાસે બેકાબૂ કાર પુલના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે તમામના મૃતદેહેનો પોસ્ટમાર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે, અને ઘાયલોની સારવાર ચાલી રહી છે.




