મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KUTCH : ક્રીક વિસ્તારમાંથી 150 કરોડનું બિનવારસી ડ્રગ્સ ઝડપાયું

Kutch News : કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. BSFએ કચ્છન

KUTCH : ક્રીક વિસ્તારમાંથી 150 કરોડનું બિનવારસી ડ્રગ્સ ઝડપાયું

Kutch News : કચ્છના  દરિયાઇ વિસ્તારમાંથી વધુ એક વાર ડ્રગ્સ ઝડપાયું છે. BSFએ કચ્છના ક્રીક વિસ્તારમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ બિનવારસી હાલતમાં ઝડપાયું છે. ક્રિક બોર્ડર પર BSFના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા.  જપ્ત કરાયેલા ડ્રગ્સમાં સિન્થેટિક, હેરોઈન, ચરસના ત્રણ અલગ-અલગ પ્રકારના પેકેટો મળી આવ્યા. 

કચ્છના  દરિયાઇ વિસ્તારમાંથી છેલ્લા એક અઠવાડિયામાં BSFએ 150થી વધુ ડ્રગ્સના પેકેટ જપ્ત કર્યા છે. મરીન કમાન્ડોની ટીમને કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન યક્ષ મંદિર પાસેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા. આ ઉપરાંત સૈયદ સુલેમાન ટાપુ પરથી બિનવારસી હાલતમાં એક કોથળો મળી આવેલ જેમાંથી 10  પેકેટ  ચરસના મળી આવ્યા હતા. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટાભાગનું ડ્રગ્સ પાકિસ્તાન તરફથી આવે છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ માછીમારી બોટમાં પેડલરો મારફતે ડ્રગ્સ મોકલતા હોય છે દરિયામાં કોસ્ટગાર્ડ કે અન્ય એજન્સીની બોટ જોઈ જાય તો આ પેડલરો ડ્રગ્સના કોથળા દરિયામાં ફેંકી દે છે. ચરસ સહિતના કેફી દ્રવ્યને પેકીંગ એવી રીતે કરવામાં આવે છે કે,દરિયાના ખારા પાણીમાં પેકેટ પડયા હોય તેમ છતાં નુકશાન થતું નથી. દરિયો કોઈપણ વસ્તુ સમાવતો નથી એટલે કિનારા પર ફેકી દે છે જ્યાં એજન્સીઓના હાથે બિનવારસુ ડ્રગ્સ પકડાઈ જાય છે. ભૂતકાળમાં અમુક માછીમારોને ડ્રગ્સ મળતા તેઓ વેચવા ગયા હતા જ્યાં પકડાઈ ગયા હતા. 

આ સમાચાર શેર કરો