કચ્છ : 120 કરોડ રૂપિયાનું 11 કિલો ડ્રગ્સ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યું
કચ્છમાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. પૂર્વ કચ્છના ગાંધીધામના ખારી રોડ ઉપરથી કોકી

કચ્છમાં ફરી એકવાર મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે. પૂર્વ કચ્છના ગાંધીધામના ખારી રોડ ઉપરથી કોકીન ડ્રગ્સ ઝડપાયું છે.
120 કરોડ રૂપિયાનું 11 કિલો ડ્રગ્સ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યું છે. અગાઉ પણ ખારી રોડ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું . ગાંધીધામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા સવાલ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કચ્છમાંથી ડ્રગ્સ મળવાની ઘટનાને લઇને ભાજપ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. શક્તિસિંહ ગોહિલે લખ્યુ, "ગુજરાતના કચ્છ જિલ્લામાં 12 કિલોગ્રામ કોકીનથી ભરેલા 10 પેકેટ મળ્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 120 કરોડ રૂપિયા છે. યુવાઓને બરબાદ કરનાર કોકીન સતત ગુજરાતમાં મળે છે. ભાજપ સરકારને ચિંતા નથી. શું તેનો વિકાસ કરવાના ભાજપે શપથ લીધા છે?"
ગુજરાત ATSએ ભોપાલમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી
આ પહેલા ગુજરાત ATS અને NCB (ઓપ્સ.) દિલ્હીએ સંયુક્ત ઓપરેશનમાં ભોપાલમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી હતી. તપાસ દરમિયાન 907.9 કિલોગ્રામ મેફેડ્રોન (સોલીડ તથા લીક્વીડ) મળી આવ્યું છે જેની બજાર કિંમત 1814.18 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ સાથે જ ફેક્ટરીમાં એમડી ડ્ર્ગ્સ બનાવતા બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે.








