મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરનું કુસુમ સાગર તળાવ બન્યું ગંદકીનું ઘર, સફાઈ માટેનું 50 લાખનું ટેન્ડર પાણીમાં

છોટાઉદેપુર નગરની શોભા વધારતું રજવાડી શાસન વખતનું તળાવ છે. તેમાં વનસ્પતિ ઉગી નીકળે છે. તે

છોટાઉદેપુરનું કુસુમ સાગર તળાવ બન્યું ગંદકીનું ઘર, સફાઈ માટેનું 50 લાખનું ટેન્ડર પાણીમાં

છોટાઉદેપુર નગરની શોભા વધારતું રજવાડી શાસન વખતનું તળાવ છે. તેમાં વનસ્પતિ ઉગી નીકળે છે. તેની સફાઈ થતી નથી. જયારે નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવ્યું છે. કોન્ટ્રાક્ટરને તળાવ સફાઈ માટે ટેન્ડર પણ આપી દેવામાં આવ્યું હોવા છતાંય તળાવની સફાઈ થતી નથી. 

આ પણ વાંચોઃ છોટાઉદેપુરની કસ્તુરબા ગાંધી વિદ્યાલયોની વિદ્યાર્થીનીઓને અન્યાય, જમવા-શિક્ષણની સુવિધા કરાઈ બંધ

મચ્છરોનો ઉપદ્રવ

તળાવની નજીક અનેક સોસાયટીઓ અને વેપારીઓની દુકાનો આવેલી છે. મચ્છરોનો ઉપદ્રવના કારણે સોસાયટીના રહીશો હેરાન પરેશાન છે. જયારે કરોડો રૂપિયા નગરપાલિકાને વિકાસ માટે સરકાર આપે છે. ત્યારે નગરપાલિકાએ લોકોના હિત માટે કામગીરી કરવી જોઈએ તેવો લોકોનો મત છે.

પાણી ગંદુ

તળાવમાં અલગ અલગ જાતની વનસ્પતિઓ ઉગી નીકળી હોવાથી તેની સફાઈ ન થતી હોવાથી તળાવનું પાણી ગંદુ થઇ રહ્યું છે.  નગરપાલિકા વિસ્તારના લોકો તળાવની સફાઈની માંગ કરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો