મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આજે રાજકોટમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન, અન્ય રાજ્યોમાંથી પણ રાજપૂતો પહોંચશે મહાસંમેલનમાં

પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર

આજે રાજકોટમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન, અન્ય રાજ્યોમાંથી પણ રાજપૂતો પહોંચશે મહાસંમેલનમાં

પરશોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં ક્ષત્રિયોનું ચાલી રહેલું આંદોલન હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે. આજે સાંજે પાંચ વાગ્યે રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ખાતે ક્ષત્રિયોએ મહાસંમેલન બોલાવવા ઘોષણા કરી છે. આ સંમેલનમાં ભાગ લેવા ગુજરાતના દરેક જિલ્લામાંથી તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિયો પહોંચશે.

ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, કચ્છ, બનાસકાંઠા, આણેદ, પાટણ સહિત રાજ્યભરમાંથી દરેક જીલ્લામાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો આ સ્થળ પર ભેગા થશે. મહારાષ્ટ્રથી ક્ષત્રિયો ભાગ લેવા નીકળ્યા હોવાનું સામે આવ્યું છે, તેમજ અન્ય રાજ્યોમાંથી પણ આવશે. ક્ષત્રિયો ઉપરાંત કાઠી દરબારો, ખંટ રાજપૂત સમાજ સહિત અન્ય સમમાજો કે જેણે આંદોલનને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, તે પણ આજે મોટી સંખ્યામાં હાજર રહેશે.

આગેવાનોએ કહ્યું કે આ સંમેલનમાં ભાજપની જેમ કોઈ એસ.ટી. બસો રોકાઈ નથી, કોઈ ફૂડ પેકેટ સહિતની લાલચો નથી, જર્મન ડોમ રાખવાના નથી. સામ, દામ, દંડ, ભેદની નીતિ નથી. કોઈને હાજર રાખવા સરકારી ઓફિસરો મારફત દબાણ કરાયું નથી કે પરિપત્રો જાહેર કરાયા નથી.

ક્ષત્રિય સમાજનો સ્પષ્ટ ભાજપને એક જ મેસેજ રહેશે કે રૂપાલા જોઈએ છે કે લાખો કરોડો ક્ષત્રિયોનો ટેકો જોઈએ છે? રૂપાલાને હટાવો અને તેની જગ્યાએ કોઈપણ ઉમેદવારને રાખો તે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે છે અન્યથા ભાજપની સામે છે.

સંમેલનમાં આવતા ક્ષત્રિયોને એકદમ શિસ્ત અને શાંતિ જાળવવાસ માર્ગમાં આવતા જતા કોઈપણ અકારણ માથાકૂટ નહીં કરવા, ટ્રાફિક સહિતના નિયમો પાળવા, જે વાહનમાં આવતા હોય તેનો નંબર તથા ફોન નંબર લઈ લેવા, ધક્કા-મુક્કી ના સર્જાય તે જોવા સહિતની સૂચનાઓ પણ આપવામાં આવી છે. રાજકોટ પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે.

આ સમાચાર શેર કરો