મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ : કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાનો સ્તંભ તોડી પાડવા મામલે 7 લોકો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Dahod News : દાહોદમાં 14મી જાન્યુઆરીએ વીર માંધાતા પ્રાગટ્ય દિવસે દેવગઢ બારીઆ રોડ ઉપર કોળી સમાજ દ્વારા

દાહોદ : કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાનો સ્તંભ તોડી પાડવા મામલે 7 લોકો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

Dahod News : દાહોદમાં 14મી જાન્યુઆરીએ વીર માંધાતા પ્રાગટ્ય દિવસે દેવગઢ બારીઆ રોડ ઉપર કોળી સમાજ દ્વારા સ્તંભ લગાડાવમાં આવ્યો હતો. અસામાજિક તત્ત્વો દ્વારા સ્તંભ તોડી પાડી કોળી સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે ઘર્ષણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે સોશિયલ મિડીયામાં વિડીયો વાયરલ કરી બંન્ને સમાજના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. 

7 લોકો વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

આ મામલે કોળી સમાજે વર્ગ વિગ્રહ ફેલાવવાની ચેષ્ઠા કરનાર 7 અસામાજિક તત્ત્વો સામે લીમખેડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોળી સમાજના આગેવાનોએ પોલીસની હાજરીમાં તળાવમાંથી સ્તંભ બહાર કાઢીને સર્કલ પર ફરીથી માંધાતા સ્તંભ સ્થાપિત કરવામાં આવ્યો છે. 

આ સમાચાર શેર કરો