મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 103 તાલુકામાં મેઘો મહેરબાન, જાણો કાલે રાજ્યમાં ક્યાં કેવો વરસાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 103 તાલુકામાં મેઘો મહેરબાન, જાણો કાલે રાજ્યમાં ક્યાં કેવો વરસાદ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 103 તાલુકા અને છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચાલો જાણીએ ક્યાં કેવો ખાબક્યો વરસાદ.

છેલ્લા 12 કલાકમાં 103 તાલુકામાં વરસાદ ખાબક્યો

રાજ્યમાં ભાવનગર, વડોદરા સહિતના કેટલાક વિસ્તારોમાં ફરીથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, ત્યારે સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વડોદરામાં 3.78 ઈંચ અને વડોદરાના પાદરામાં 2.87 ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે નર્મદાના ડેડિયાપાળામાં 2.09 ઈંચ, ગીર સોમનાથના ગીર ગઢડામાં 1.89 ઈંચ અને ઉનામાં 1.73 ઈંચ, અરવલ્લીના ભિલોડામાં 1.57 ઈંચ, બોટાદના બરવાળામાં 1.38 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં 15 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

વડોદરાના આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ

વડોદરામાં શહેરના રાવપુરા દાંડિયા બજાર, ચાર દરવાજા, અકોટા, સુભાનપુરામાં વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ વિસ્તાર જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે.

આ ઉપરાંત, ભાવનગર, આણંદ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે.

30 સપ્ટેમ્બરની આગાહી

હવામાન વિભાગે આગામી 5 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, ત્યારે 30 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી સહિત વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે. 

જ્યારે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી ભાવનગર, બોટાદ સહિત અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

આ સમાચાર શેર કરો