Suratમાં છેલ્લી ઘડીએ ખરીદી કરવા ઉમટ્યા પતંગરસિકો, ડબગરવાડ બજારમાં ગ્રાહકોની પડાપડી
સુરતમાં ડબગરવાડ પતંગ બજાર પતંગ-દોરીની ખરીદી માટેનું મોટું માર્કેટ છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આ બજ

સુરતમાં ડબગરવાડ પતંગ બજાર પતંગ-દોરીની ખરીદી માટેનું મોટું માર્કેટ છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ આ બજાર ગ્રાહકોથી ઉભરાયું છે. પતંગ-દોરી સહિતની ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જામી છે. આ વખતે પતંગ-દોરીના ભાવમાં સાધારણ વધારો જોવા મળી રહ્યો છે, તેમ છતાં પતંગરસિયાઓ પોતાના બજેટ પ્રમાણે ખરીદી કરી રહ્યા છે. છેલ્લી ઘડીની ખરીદી માટે કામ ધંધા પરથી લોકો આવી સીધા જ પતંગ બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા છે. ભીડ વચ્ચે પોલીસની ટીમ પણ ખડેપગે જોવા મળી રહી છે.




