મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: કાંકરિયામાં આવેલા કિડ્સ સીટીનું કરાશે રિનોવેશન, ભૂલકાઓ માટે નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદ મનપાએ કાંકરિયામાં ચાલતા કિડ્સ સીટીનું આધુનિકીકરણ કરવાનો નિર્ણય લીધો છે. રીન

Ahmedabad news: કાંકરિયામાં આવેલા કિડ્સ સીટીનું કરાશે રિનોવેશન, ભૂલકાઓ માટે નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદ મનપાએ કાંકરિયામાં ચાલતા કિડ્સ સીટીનું આધુનિકીકરણ કરવાનો નિર્ણય લીધો છે. રીનોવેશન બાદ 17 જેટલી એક્ટિવિટી સાથે વધુ મનોરંજનના સાધન ઉમેરાશે, જે બાદ ભૂલકાઓને ઘસારો પણ વધશે.  

કિડ્સ સીટીનું રીનોવેશન કરવાનો નિર્ણય 

અમદાવાદના કાંકરિયામાં બનાવેલા કિડ્સ સીટીમાં હવે વધુ નવા આકર્ષણો ઉમેરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા કિડ્સ સીટીનું રીનોવેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ 17 જેટલી એક્ટિવિટીઓનો આનંદ બાળકો માણી શકે છે, ત્યારે હવે તેમાં નવી એક્ટિવિટી ઉમેરવામાં આવી રહી છે, જેથી બાળકોને વધુ મજા પડશે. કિડ્સ સિટી, કાંકરિયામાં ફરવા આવતા પ્રવાસીઓ અને નાના બાળકો માટે વિશેષ પ્રવૃત્તિ ઊભી કરવામાં આવી છે. 4 હજાર સ્ક્વેર મીટરની જગ્યામાં કિડ્સ સિટીનું ફરીથી આધુનિકરણ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો