મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : એક વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, યુવકની પૂછપરછ કરતા થયો મોટો ખુલાસો

અમદાવાદમાં એક વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકી અને તેનીસાથે રહેલા યુવકને એ

અમદાવાદ : એક વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, યુવકની પૂછપરછ કરતા થયો મોટો ખુલાસો

અમદાવાદમાં એક વર્ષ પહેલા થયેલા બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાળકી અને તેનીસાથે રહેલા યુવકને એક વર્ષ બાદ અંકલેશ્વરથી પકડી પાડ્યા છે. પોલીસે બાળકી તેમજ યુવકની પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. 

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 26 જુન 2023ના રોજ અપહરણની એક ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ મુજબ દસ વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, પરંતુ બાળકીનો કોઈ પત્તો મળ્યો નહોતો. અપહરણના કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી. આ દરમિયાન અપહરણ થનાર બાળકીના પરિવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ પણ દાખલ કરાવી હતી. પોલીસે હાલ અંકલેશ્વરથી બાળકીની સાથે રહેલા અંકુર શર્મા નામના યુવકની ધરપકડ કરી છે.

યુવક સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે ઘરેથી ભાગી ગયા હતા

પોલીસે બાળકી અને તેની સાથે રહેલા અંકુર શર્માની પૂછપરછ કરતા સામે આવ્યું કે બાળકી જ્યાં રહેતી હતી તેની સામેની બાર્બર શોપમાં અંકુર કામ કરતો હતો અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો, જેથી બંને એક વર્ષ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. ઘરેથી નીકળ્યા બાદ તેઓ અલગ અલગ જગ્યા ઉપર રહ્યા હતા અને આખરે અંકલેશ્વર જીઆઇડીસીમાં બંને એક કંપનીમાં નોકરી કરતા હતા, જ્યાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યા છે. 

અપહરણ થયેલી બાળકીને શોધવા અલગ અલગ ટીમો બનાવી હતી

પોલીસ દ્વારા અપહરણ થયેલી બાળકીને શોધવા અલગ અલગ ટીમો બનાવી હતી, જે ગુજરાતના તમામ શહેરો અને જિલ્લાઓમાં તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત રાજસ્થાનના આબુરોડ, મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર, પુના તેમજ દિલ્હી અને અલગ અલગ રેડ લાઈટ એરિયામાં પણ પોલીસે આ બાળકીની શોધ કોણે હાથ ધરી હતી. 

અંકુર  બાળકીને ક્યા ક્યા સ્થળો પર લઈ ગયો હતો તેની પણ પોલીસ પૂછપરછ હાથ ધરી 

હાલ તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાળકી સાથે રહેતા અંકુર શર્માની ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ખરેખર બંને વચ્ચે પ્રેમ હોવાને કારણે જ બંને ઘરેથી ભાગી ગયા હતા કે અંકુર શર્મા દ્વારા કોઈ અન્ય કારણોસર બાળકીને લઈ જવામાં આવી હતી, એક વર્ષ દરમિયાન અંકુર દ્વારા આ બાળકીને ક્યા ક્યા સ્થળો પર લઈ ગયો હતો તેની પણ પોલીસ પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત બાળકીનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો