Rajkotમાં 6 વર્ષની બાળકીનું પરિવારના જ સભ્ય દ્વારા અપહરણ, પોલીસ તપાસ શરુ
Rajkot News: રાજકોટ શહેરમાં હાઈ પ્રોફાઇલ ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટમાં 6 વર્ષની બાળકીને NRI ફઈ ઉપાડી જઈ ગુમ થઈ જતા ખળભળાટ

Rajkot News: રાજકોટ શહેરમાં હાઈ પ્રોફાઇલ ચકચારી ઘટના સામે આવી છે. રાજકોટમાં 6 વર્ષની બાળકીને NRI ફઈ ઉપાડી જઈ ગુમ થઈ જતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગત 24 તારીખના રોજ આ ઘટના બની હતી. જેમાં ફઈ રીમાબેન માખાણી તેની ભત્રીજીને હોન્ડા સિટી કારમાં લઈ નીકળી ગયા હતા.
મળતી માહિતી પ્રમાણે, CCTVમાં કાર દેખાય છે બાદમાં મોબાઇલનું છેલ્લું લોકેશન માધાપર ચોકડી પાસે મળ્યું હતું. સમગ્ર ઘટનાના 5 દિવસ વીતી ગયા છતાં પોલીસ કોઈ પગેરું શોધી શકી નથી. પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી CCTV અને મોબાઈલ લોકેશનના આધારે ફઈ અને બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


