Khyati Kand News: જેલની બહાર નિકળવા કાર્તિક પટેલના હવાતિયા, પ્રશાંત વજીરાણીને કોઈ રાહત નહીં; ત્રણના જામીન મંજૂર
Khyati Kand News: અમદાવાદ શહેરના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે જેલવાસ ભોગવતા આરોપીને લઈ

Khyati Kand News: અમદાવાદ શહેરના ચકચારી ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે જેલવાસ ભોગવતા આરોપીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેલની બહાર આવવા માટે કૌભાંડી કાર્તિક પટેલના હવાતિયા. હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલે નિયમિત જામીન અરજી કરી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અરજી કરી. સમગ્ર કેસમાં તપાસ એજન્સીએ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કર્યું છે. કાર્તિક પટેલ સહિત અન્ય લોકો વિરુદ્ધ 6070 પાનાની ચાર્જશીટ થઈ છે. ચાર્જશીટ થયા બાદ નિયમિત જામીન માટે મુખ્ય આરોપી કાર્તિક પટેલે અરજી કરી છે. આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.
ખોટા ઓપરેશન કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીને રાહત આપવા હાઇકોર્ટે ઇનકાર કર્યો છે. ડોક્ટર પ્રશાંત વજીરાણીની જામીન અરજી હાઇકોર્ટ ફગાવી છે. તેમજદ સંબંધિત કેસ સાથે સંકળાયેલ અન્ય ત્રણ આરોપીઓના જામીન મંજૂર કરાયા છે. રાજશ્રી કોઠારી, ડોક્ટર સંજય પટોલીયા અને રાહુલ જૈનને કોર્ટે રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટે તમામ ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે.




