મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવા મામલે ખોડલધામની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવામાં આવ્યો હતો જેના પગલે પાટીદાર સમાજ દ્વારા ગોંડલ બં

ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવા મામલે ખોડલધામની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવામાં આવ્યો હતો જેના પગલે પાટીદાર સમાજ દ્વારા ગોંડલ બંધનું એલાન આપવામાં આવ્યું છે. બીજી તરફ આ ઘટના પર ખોડલધામે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આ ઘટનાને વખોડી છે.

સગીર સાથે જે બન્યું તે ખુબ જ દુ:ખદ: ખોડલધામ

ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવા મામલે ખોડલધામ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ કહ્યું કે, "સગીર સાથે જે બન્યું છે તે ખુબ જ દુ:ખદ ઘટના છે. નિર્દોષ દિકરા ઉપર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે.આ આખી ઘટનાને ખોડલધામ વખોડે છે. ઘટનાને લઇને પાટીદાર સમાજ સાથે સર્વ સમાજે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે. સમાજના રાજકીય આગેવાનોએ પણ આ મામલે આગળ આવવું જોઇએ.દીકરાને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તે માટે પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઇએ.

શું છે ઘટના?

ગોંડલમાં બાળકની જાતીય સતામણી કરવા મામલે એક તરૂણને જાહેરમાં મારકૂટ કરવામાં આવ્યાના વિવાદિત મુદ્દે ઘમાસાણ મચ્યું છે. સગીરને ધોકા વડે માર માર્યાના બનાવને લઇને પાટીદાર સમાજ દ્વારા શનિવારે સવારથી બપોર સુધી અડધો દિવસ ગોંડલ શહેર બંધનું એલાન અપાયું હતું પણ મોડી સાંજે એકાએક આ એલાનને પરત ખેંચી લેવામાં આવ્યું છે.

ભાજપના નેતા બોઘરા-જયેશ રાદડીયાએ પીડિત પરિવારને સાંત્વના આપીને પાટીદાર નેતાઓ સાથે બેઠક કરીને મામલો થાળે પાડ્યો હતો. ભાજપના નેતાઓએ પીડિત બાળકના ખબરઅંતર પુછીને પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને આ ઘટનાને વખોડી હતી.

આ સમાચાર શેર કરો