મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણના સંડેરમાં બનશે ઉત્તર ગુજરાતનું ખોડલધામ, 1008 શિલાઓનું પૂજન કરવામાં આવ્યું

આજે 21 જાન્યુઆરી, 2025ના રોજ કાગવડ સ્થિત શ્રીખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 8 વર્ષ પૂર્

પાટણના સંડેરમાં બનશે ઉત્તર ગુજરાતનું ખોડલધામ, 1008 શિલાઓનું પૂજન કરવામાં આવ્યું

આજે 21 જાન્યુઆરી, 2025ના રોજ કાગવડ સ્થિત શ્રીખોડલધામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 8 વર્ષ પૂર્ણ થઈને નવમા વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. શ્રીખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા વધુ એક ઐતિહાસિક ઘડીની ઉજવણી કરવામાં આવી. આજે શ્રીખોડલધામ ઉત્તર ગુજરાત (સંડેર)ના 1008 શિલાપૂજનનો  સમારોહ દિવ્ય અને ભવ્ય રીતે સંપન્ન થયો.

શ્રીખોડલધામ ટ્રસ્ટ - કાગવડ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ગામ પાસે વિશાળ જગ્યામાં શ્રીખોડલધામ ઉત્તર ગુજરાતના સંકુલનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ સંકુલના ભવ્યાતિભવ્ય શિલાપૂજન સમારોહ અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા હિંદુ શાસ્ત્રોકત વિધિથી 1008 શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું.

શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવાયેલ માતાજીની પ્રતિમા, બાજોઠ, પૂજાની થાળી, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, નાડાછડી, સોપારી, આચમની અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવી, જેથી તેઓ આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખીને ધન્યતા અનુભવશે.

તારીખ 15 ડિસેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના ભુડાસણ ગામે રથ પરિભ્રમણનો પ્રારંભ થયો હતો અને 12 જાન્યુઆરીના રોજ મહેસાણા જિલ્લાના ફિંચડી ગામે રથ પરિભ્રમણનું સમાપન થયું હતું. સાબરકાંઠા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં રથ ફર્યો હતો. કુલ 28 દિવસમાં ખોડલનો રથ 250થી વધુ ગામડા અને શહેરી વિસ્તારમાં 3 હજારથી વધુ કિલોમીટર ફર્યો હતો. 

ગામડે ગામડે અને સોસાયટીમાં ખોડલના રથના સૌએ વધામણા કર્યા હતા અને આરતી કરી હતી. સાથે જ દરેક ગામમાંથી એક-એક શિલા લેવામાં આવી હતી. આ શિલાનો ઉપયોગ શ્રી ખોડલધામ ઉત્તર ગુજરાત (સડેર) સંકુલના નિર્માણકાર્યમાં કરવામાં આવશે. આ સંકુલમાં શૈક્ષણિક, આરોગ્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું કેન્દ્ર,  મંદિર અને ભોજનાલયનું નિર્માણ થશે.  

આ સમાચાર શેર કરો