હવે ખમૈયા કરો મેઘરાજા! વધુ એક આગાહીથી ખેલૈયાઓ નિરાશ, જાણો ક્યાં અપાયું એલર્ટ
રાજ્યમાં ચોમાસાની ઋતુએ લગભગ વિદાય લીધી છે, ત્યારે હજુ પણ અનેક સ્થળોએ વરસાદ પડતા

રાજ્યમાં ચોમાસાની ઋતુએ લગભગ વિદાય લીધી છે, ત્યારે હજુ પણ અનેક સ્થળોએ વરસાદ પડતા ગરબા ઘુમતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. હવામાન વિભાગે આગમી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતા ગરબા આયોજકોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
ક્યાં અપાયું એલર્ટ?
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છના અખાતમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગમી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આગમી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યેલો એલર્ટ અપાયું છે. આગામી ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.




