Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : VIDEO: Massive fire in Mehmadabad, Kheda: Smoke billows as fire breaks out in plastic company near Haldarwas

VIDEO: ખેડાના મહેમદાવાદમાં ભીષણ આગ: હલદરવાસ નજીક પ્લાસ્ટિક કંપનીમાં આગ ફાટી નીકળતા ધૂમાડાના ગોટેગોટા

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલદરવાસ વિસ્તારમાં આજે એક ભીષણ આગની દુર્ઘટના સર્જાઈ છે. હલદરવાસ નજીક જૂનવેટ તળાવ-હાથનોલી રોડ પર આવેલી 'બ્લૂ બેલ પ્લાસ્ટ લિમિટેડ' નામની પ્લાસ્ટિક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

App Store

પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું 
મળતી માહિતી મુજબ, કંપનીમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાને કારણે આગ જોતજોતામાં ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ધૂમાડો ફરી વળ્યો હતો. ફેક્ટરીની અંદર રહેલા પ્લાસ્ટિકના મટીરીયલને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો હતો.

ત્રણ તાલુકાની ફાયર ટીમો કામે લાગી 
આગની જાણ થતા જ સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે મહેમદાવાદ, કઠલાલ અને નડિયાદથી ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

જાનહાનિ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી

પ્રાથમિક તબક્કે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન છે, પરંતુ સત્તાવાર કારણ હજુ જાણી શકાયું નથી. આ દુર્ઘટનામાં કેટલી મિલકતને નુકસાન થયું છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તે અંગે વિગતવાર માહિતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ જાણી શકાશે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહ્યું છે.