Video: ગાયોની પૂજાથી ડાકોર બન્યું ગોકુળધામ, નગરમાં ગૌમાતાની પરિક્રમા

સોર્સ: gstv

યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિર દ્વારા ગોપાષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં ગાયોની વિધિવત પૂજા કરવામાં આવી હતી અને ત્યારબાદ મંદિર ગૌશાળાની તમામ ગાયોને નગરના માર્ગો પર ફેરવવામાં આવી હતી. ગાયોને મંદિરની પ્રદક્ષિણા પણ કરાવવામાં આવી હતી. ગાયોના આગમનથી સમગ્ર યાત્રાધામ ડાકોર ગોકુળિયું બની ગયું હતું. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રી રણછોડરાયજીએ ગોપાષ્ટમીના દિવસે કામળી અને મુગટ ધારણ કરીને ગૌચરણની શરૂઆત કરી હતી, જેના કારણે આ દિવસે ગૌપૂજાનું વિશેષ મહત્વ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત