Kheda/ ગોબલજની હોટલમાંથી ₹1 કરોડનો વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ખેડા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ વિદેશી દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને સફળ રેડ કરી છે. SMCએ ખેડાના ગોબલજ ખાતે આવેલી ખોડીયાર હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલો ટ્રક ઝડપી પાડ્યો છે.
₹94 લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો
SMCની આ સફળ કામગીરીમાં પોલીસે કુલ ₹1 કરોડ, 2 લાખ, 99 હજાર, 850 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ₹9395820 ની કિંમતની 16188 નંગ બોટલો ઝડપી પાડી છે. ટ્રક સહિત કુલ ₹1,02,99,850નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આ દારૂનો જંગી જથ્થો હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી મળી આવ્યો હતો.
એક આરોપી ઝડપાયો, 5 વૉન્ટેડ
SMCની આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી છે. જોકે, આ સમગ્ર નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓ વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ અને અન્ય વોન્ટેડ આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

