Kutch news: 2 યુવાનોને તાલિબાની સજા આપનાર આરોપીઓની પોલીસે ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

Kutch news: કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારના એક ગામમાં બે યુવાનોને સ્થાનિકો લોકોએ તાલિબાની સજા ફટકારી હતી. બે યુવાનો સાથે અમાનવીય વર્તનનો બનાવમાં ખાવડા પોલીસની કડક કાર્યવાહી કરી છે. ખાવડા પોલીસે 5 આરોપીને ગણતરી કલાકોમાં ઝડપી પાડ્યા છે. નૂરમોહમ્મદ સમા, હનીફ સમા, રફિક સમા, ભીલાલ સમા અને જાનમહંમદ સમા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ ગુનાનું રિ-કન્ટ્રક્શન કરવામાં આવ્યું
બે યુવાનોને આરોપીઓએ તાલિબાની સજા આપતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં બન્ને યુવકોને માર મારી, અડધી મૂછ અને અડધો ટકો કરી ગુદાના ભાગે લાલ મરચાંની ભૂકી ભરાવી, ઝાડ સાથે બાંધીને કરાયો હતો અત્યાચાર. જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડીને જાહેરમાં સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. કાયદાને હાથમાં લેતા શખ્સો માટે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી હતી. લુખ્ખા તત્વોને પશ્ચિમ કચ્છ ખાવડા પોલીસના વિસ્તારમાં અનેકવાર આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
શું હતો આખો મામલો
કચ્છના ખાવડા વિસ્તારના એક ગામમાં બે યુવાનોને લોકોએ તાલિબાની સજા ફટકારી છે. જઘન કૃત્યનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં બે યુવાનોના માથાનું મુંડન કરવામાં આવ્યું મૂછો અડધી કાપવામાં આવી હતી. ત્યારબાદ બન્ને યુવાનોને અર્ધનગ્ન હાલતમાં ઢોર માર મારવામાં આવ્યો હતો.
બન્ને યુવાનોને અર્ધનગ્ન હાલતમાં ઢોર માર મારવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે લોકોનાં ટોળાએ બન્ને યુવાનેન પકડ્યા બાદ હાથ પણ બાંધી દીધા હતા. બન્ને યુવાનો એક યુવતીને ગામમાં મળવા આવ્યા હતા, અને તે યુવતી સાથે પકડાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કૃત્ય સ્થાનિક યુવાનોએ ભેગા મળીને કર્યું હોવાના શક્યતા વર્તાઈ રહી છે. બન્ને યુવાનોને વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

