Gold Silver price today: સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો, MCX પર જાણો આજનો હાજર ભાવ

Gold Silver price today: મલ્ટી કોમોડિટી એક્સચેંજ એટલે કે, એમસીએક્સ પર ડિસેમ્બર ડિલીવરી કરાર ધરાવતા કિંમતમાં સોમવારે વધારો નોંધાયો. ગત સત્રની સરખામણીએ 3 નવેમ્બરે સવારે 10 વાગ્યે 35 મિનિટ પર એમસીએક્સ પર સોનાનો ભાવ 0.10 ટકા ઉછળીને 1,21,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સ્તરે પહોંચી ગયું છે. એમસીએક્સની સત્તાવાર વેબસાઈટ અનુસાર, આ રીતે ચાંદીનો ભાવ પણ ડિસેમ્બર ડિલીવારી માટે ગત સત્રની સરખામણીએ 0.33 ટકાની તેજીની સાથે 1,48,780 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ પહોંચી ગયું છે.
મહાનગરોમાં આજે સોનાનો હાજર ભાવ
મળતી માહિતી અનુસાર, આજે દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 12,332 ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 11,303 પ્રતિ ગ્રામ અને 18 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 9,251 પ્રતિ ગ્રામ છે.
આજે, મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 12,317, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 11,290 અને 18 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 9,238 છે.
સોમવારે કોલકાતામાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 12,317, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 11,290 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 9,238 છે.
3 નવેમ્બર, 2025ના રોજ ચેન્નાઈમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 12,382, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 11,350 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 9,475 છે.
બેંગ્લોરમાં, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 12,317, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 11,290 અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂપિયા 9,238 છે.સોનાની માંગમાં ઘટાડો થયો છે.
મળતી માહિતી અનુસાર, દેશમાં વર્ષ-2025ના જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની માંગ પ્રમાણના હિસાબથી 16 ટકા ઘટીને 209.4 ટન રહી ગઈ છે. આ ઘટાડો સોનાની ઉંચી કિંમતોના લીધે ગ્રાહકોની ખરીદીમાં ઘટાડાને લીધે આવ્યો છે. ડબલ્યૂજીસીએ ગુરુવારે આ જાણકારી આપી. આ વર્ષે ત્રીજા ત્રિમાસિકમાં સોનાની કુલ માંગ ઘટીને 209.4 ટન રહી ગઈ, જે ગત વર્ષે સમાન સમય ગાળામાં 248.3 ટન હતી.
જો કે, આ દરમ્યાન કિંમતના હિસાબથી માંગ 1,65,380 કરોડ રૂપિયાથી 23 ટકા વધીને 2,03,240 કરોડ રૂપિયા થઈ છે, જે સોનાની કિંમતોમાં તેજીને દર્શાવે છે.

