Narmada news: ડેડિયાપાડામાં બિરસા મુંડા 150મી જન્મ જયંતીની ઉજવણીમાં PM નરેન્દ્ર મોદી હાજર રહેશે

Narmada news: PM નરેન્દ્ર ફરી એકવાર ઝડપી માદરે વતન ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ વખતે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં પીએમ મોદી હાજર રહેશે. આગામી 15મી નવેમ્બરે વડાપ્રધાન ડેડિયાપાડામાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. બિરસા મુંડાની ઉજવણીનું લોંચિંગ ડેડિયાપાડામાંથી પીએમ મોદીના હાથે થવાનું છે. આ અગાઉ પીએમ મોદી 31મી ઑક્ટોબરે નર્મદાના કેવડિયા ખાતે એકતા દિવસની પરેડમાં હાજર રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, માત્ર 15 દિવસની અંદર પીએમ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં ભાગ લેવા આવવાના છે. આગામી 15મી નવેમ્બરે વડાપ્રધાન એક દિવસ માટે નર્મદા જિલ્લાની મુલાકાતે આવશે. અહીં તેઓ ડેડિયાપાડામાં બિરસા મુંડાની ઉજવણીનું લોંચિંગ કરશે. પીએમ મોદીના હસ્તે આ ઉજવણી શરૂઆત થાય તે રીતે આયોજન ગોઠવવામાં આવ્યું છે.
મહત્ત્વનું છે કે, પીએમ મોદીએ નર્મદા જિલ્લાના એકતા નગરમાં 31મી ઑક્ટોબરે એકતા દિવસના કાર્યક્રમમાં બે દિવસ ગુજરાતમાં રોકાણ કર્યું હતું. અહીં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમમાં વડાપ્રધાન હાજર રહ્યા હતા.

