Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / બોટાદ : VIDEO: A crust falls on a woman giving birth at Botad's dilapidated general hospital, causing serious injuries to the woman's stomach and hands

VIDEO: બોટાદની જનરલ અને જર્જરિત હોસ્પિટલમાં પ્રસૂતા પર પોપડો પડયો, મહિલાને પેટ, હાથમાં ગંભીર ઈજાઓ

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: બોટાદ શહેરમાં આવેલી સોનાવાલા હોસ્પિટલની ખસતા હાલત જોવા મળી રહી છે. અહીંની જનરલ હોસ્પિટલમાં સાધન સુવિધા અને ડૉક્ટરોના અભાવ સાથે ઈમારત પણ જર્જરિત હોવાનુ સામે આવ્યું છે. હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં કે ડિલિવરી વોર્ડમાં છત પરના સ્લેબમાંથી પોપડા પડવાનો પ્રશ્ન, ડિલીવરી માટે આવેલી એક મહિલાને છત પરથી પોપડો પડતા પેટ, હાથ પર ઈજાઓ થઈ હતી.

App Store

બોટાદની સોનાવાલા હોસ્પિટલ ને સિવિલ નો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ અવારનવાર દર્દીઓ દ્વારા સાધન સુવિધા અને તબીબી સારવાર અંગે સવાલો ઊભા થયા છે, પરંતુ આજે સોનાવાલા હોસ્પિટલમાં ભદ્રાવડી ગામમાં રહેતી મજૂરી કામ કરતી ગર્ભવતી મહિલાને સોનાવલા હોસ્પિટલ ખાતે ડિલિવરી અર્થે લાવવામાં આવી હતી, પ્રસૂતિ વિભાગમાં દાખલ  ગર્ભવતી મહિલા પર છત પરથી મોટો પોપડો પડતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી, પ્રસૂતાને પેટ પર અને હાથમાં ગંભીર ઈજા થઈ હતી, હાથ પર ઇજાઓ ને કારણે સારવાર કરી હતી ત્યારે બાળકની સ્થિતિ શું હશે તે અંગે ચિંતા સેવાઈ રહી છે ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જર્જરી ઈમારતનાં પોપડાં પડવાથી વારંવાર લોકો ઉજાગ્રસ્ત થતા હોય છે તેમજ સત્વરે આ જર્જરિત ઈમારત તોડી પાડી નવી બનાવવા માંગ કરવામાં આવી છે.

 બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં આવતા ગરીબ અને મધ્યમ વર્ગીય દર્દીઓને મફત સારવાર માટે આવતા હોય છે, પરંતુ સોનાવાલા હોસ્પિટલની સુવિધાની સ્થિતિ અને જર્જરિત બિલ્ડિંગની ખસતા હાલતથી દર્દીઓના જીવન પર પણ જોખમ ઊભું થાય છે. ઉપરના માળે છત પર થરમોકોલ સીલિંગ લગાવી જર્જરિત છતને ઢાંકી દેવામાં આવી છે. તેમ છતાં પણ ઈમરજન્સી વોર્ડમાં તેમજ ડિલીવરી રૂમમાં સીલિંગમાં થરમોકોલ તોડીને પોપડાં નીચે પડતા હોય તેવી ઘટના બનતી રહે છે, છતની તિરાડો માંથી વરસાદી પાણી પડવાને કારણે પણ એડમિટ થયેલ પેશન્ટને હાલાકી પડતી હોય છે ત્યારે તાત્કાલિક જૂનું પુરાણું હોસ્પિટલનું બિલ્ડિંગ તોડી નવી ઈમારત બનાવવામાં આવે તે માંગ ઉઠાવાશે.