Ahmedabad news: બેંગ્કોકથી ફલાઈટમાં આવેલા 2 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ

Ahmedabad news: સોના અને ગાંજાની હેરાફેરી માટે કુખ્યાત થયેલું અમદાવાદ શહેરનું સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ફરી એકવાર ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, આ વખતે બેંગ્કોકથી ફલાઈટમાં હાઈબ્રિડ ગાંજાનો જથ્થો પોતાની સાથે લઈને આવી રહેલા બે મુસાફરો એરપોર્ટ પર ફરજ બજાવતી તપાસ એજન્સીઓના હાથમાં સકંજામાં આવી ગયા હતા. ગાંજાની હેરાફેરી કરવાના બીજા કેસમાં પણ કસ્ટમ વિભાગે કેરિયરની ધરપકડ કરી તેઓની સામે પગલાં લીધા છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના એરપોર્ટ પર સોનાની દાણચોરી, ગાંજા, ડ્રગ્સની હેરાફેરી ઘણીવાર સામે આવતી હોય છે. જો કે, આ વખતે બેંગ્કોકથી અમદાવાદ આવેલી ફલાઈટમાં ઉતરેલા બે મુસાફરો પાસેથી બે કિલોગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થા સાથે કસ્ટમ અને ઈન્ટેલિજન્સ એજન્સીઓએ બે કેરિયરની દબોચી લીધા હતા. જે બાદ બંને કેરિયરની તપાસ કરતા ગાંજાનો જથ્થો કબ્જામાં લેવામાં આવ્યો હતો. કુલ ૬ કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો કસ્ટમ વિભાગે જપ્ત કર્યો હતો. ત્યારબાદ આ બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

