Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Layoffs: 14 thousand employees got shocked while reading the messages coming from the company in the morning, this is how the company got laid offs. laid off

Layoffs: સવારે કંપનીમાંથી આવેલો મેસેજ વાંચતા 14 હજાર કર્મચારીઓને લાગ્યો આંચકો, આ રીતે કંપનીએ મોટી છટણી કરી દીધી

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Layoffs: સવારે કંપનીમાંથી આવેલો મેસેજ વાંચતા 14 હજાર કર્મચારીઓને લાગ્યો આંચકો, આ રીતે કંપનીએ મોટી છટણી કરી દીધી
સોર્સ : GSTV

Layoffs: વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોનથી આવેલી એક ખબરે હજારો કર્મચારીઓની સવારે ભૂકંપ લાવી દીધો. સવારે આંખ ખોલી મોબાઈલ જોયો અને બસ જિંદગી બદલાઈ ગઈ. કંપનીએ એક ઝાટકે વૈશ્વિક રીતે 14 હજારથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી તગેડી દીધા

App Store

વિશ્વની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અમેઝોને એકવાર ફરી મોટા પ્રમાણમાં છંટણી કરી દીધી છે. પરંતુ એકવાર કર્મચારીઓને નોકરીથી કાઢવાની રીત સૌને ચોંકાવી દીધા. સવારે આંખ ખોલતા જ મોબાઈલ પર એક નહિ પણ બે ટેક્સ્ટ મેસેજ આવ્યા અને જોત જોતામાં હજારો લોકોની જિંદગી બદલાઈ ગઈ. આ મેસેજ કોઈ રૂટિન એલર્ટ નહીં પણ તમારી નોકરી ચાલી ગઈ છે તેવો મેસેજ હતો.
 
થોડી મિનિટોમાં બે મેસેજ અને નોકરી સમાપ્ત
અમેઝોનને વૈશ્વિક રીતે 14 હજાર કર્મચારીઓને પાણીચું પકડાવ્યું હતું. મળતી માહિતી અનુસાર, સવારે કર્મચારીઓને બે મેસેજ મળ્યા. પ્રથમ મેસેજ હતો. મહેરબાની કરી પોતાના ઈ-મેઈલને ચેક કરો અને બીજા મેસેજમાં એક હેલ્પ ડેસ્ક નંબર અપાયો હતો. જેવો કર્મચારીઓએ ઈ-મેઈલ ખોલ્યો તો જાણવા મળ્યું કે તેઓની નોકરી તાત્કાલિક ધોરણે સમાપ્ત કરી દેવામાં આવી છે. આ અગાઉ તેઓ ઓફિસ પહોંચે તેઓને બેઝ અને લોગ-ઈન એક્ઝિટ કરી દેવામાં આવ્યા હતા.

છટણીથી હાહાકાર, કર્મચારીઓમાં નિરાશા વ્યાપી
આ છંટણીની ઝપટે મુખ્ય રીતે રિટેલ મેનેજમેન્ટ ટિમ્સ આવી છે. આ કંપનીનું કહેવું છે કે, આ પગલું બિઝનેસને બરાબર કરવા ઝડપથી ઈનોવેશન લાવવા માટે ઉઠાવેલું પગલું છે. જો કે. અચાનક આવેલા આ મેસેજને કર્મચારીઓને માનસિક રીતે તોડી નાખ્યા. સોશિયલ મીડિયા પર ઘણા કર્મચારીઓએ આ સૌથી ઠંડા અને અમાનવીય લે ઑફ (છટણી) છે.

છટણી પછી એમેઝોન અધિકારીઓએ શું કહ્યું
એમેઝોન એચઆર હેડ બેથ ગેલેટીએ એક આંતરિક સંદેશમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત કર્મચારીઓને 90 દિવસ માટે સંપૂર્ણ પગાર અને લાભો, નિવૃત્તિ પેકેજ અને નોકરી પ્લેસમેન્ટ સહાય સાથે મળશે. "અમે જાણીએ છીએ કે આ મુશ્કેલ સમય છે, પરંતુ અમે દરેક અસરગ્રસ્ત કર્મચારીને ટેકો આપીશું," તેણીએ લખ્યું.

છટણી પાછળનું કારણ શું છે?
કંપનીએ સ્પષ્ટ કરી દીધું કે અમેઝોને આ રણનીતિ માત્ર ખર્ચ ઘટાડવા માટે નહીં પણ આનું મોટું કારણ AI આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ. એઆઈની વૃદ્ધિએ સૌની કામકાજની રીત બદલી દીધી છે. હવે સૌ નવી ટેક્નિકની સાથે આગળ વધવા માટે પોતાના માળખાને ફરીથી તૈયાર કરવું પડશે.

ટેક વર્લ્ડમાં છટણીનો નવો ટ્રેન્ડ
અમેઝોન કંપનીએ પહેલા ગૂગલ, મેટા અને ટેસ્લા જેવી મોટી કંપનીઓ પણ કર્મચારીઓને અચાનક ઈ-મેઈલ અથવા મેસેજથી નોકરીમાંથી કાઢી ચુકી છે. હવે અમેઝોનની આ રીત ટેક વર્લ્ડમાં નવી ચર્ચા જગાવી રહી છે કે શું AI દ્વારા લોકોની નોકરીઓ ખાઈ રહી છે?