VIDEO: અમદાવાદ કલેકટર કચેરીએ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે રેલી
VIDEO: અમદાવાદ શહેરના સુભાષ બ્રિજની સામે આવેલા કલેકટર કચેરી ખાતે ગૌશાળા સંચાલકો, પાંજરાપોળના સંચાલકો, જૈન સમાજના વિવિધ સંગઠનનો, સાધુ-સંતો તેમજ ગૌસેવા ક્ષેત્રે કામ કરતા ગૌરક્ષકો મોટી સંખ્યામાં પહોંચી ગૌમાતાને રાજ્ય માતાનો દરજજો આપવાની માંગ કરી રેલી કાઢી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોજો જોડાયા હતા. જેથી કલેકટર કચેરીમાં આવેલા અન્ય અરજદારો અને રેલીને લઈ ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી.
મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ઉઠી રહી છે. પરંતુ સરકારી તંત્ર આ અંગે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા આખરે સાધુ-સંતો, જૈન સંગઠનો, ગૌરક્ષકો અમદાવાદ કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચી પોતાની માંગ દોહરાવી હતી.
અમદાવાદ કલેકટરને વિવિધ સંગઠનોએ ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો આપવાની માંગ કરીને આની પર કોઈ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જો કે, રેલી સ્વરૂપે લોકોનો ધસારો જોઈ અરજદારો અને સુરક્ષા કર્મીઓ પણ હડકંપ મચી ગયો હતો.

