Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Heavy rain alert in 15 districts of the state, unseasonal rain forecast on Tuesday as well

Rain Forecast Gujarat : રાજ્યમાં 15 જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ, મંગળવારે પણ કમોસમી વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 03 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rain Forecast Gujarat : રાજ્યમાં 15 જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાનું એલર્ટ, મંગળવારે પણ કમોસમી વરસાદની આગાહી
સોર્સ : GSTV

Rain Forecast Gujarat : ગુજરાતના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આવતીકાલ મંગળવાર સુધી વરસાદની આગાહી કરી છે. 

App Store

15 જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ 
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 15 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જેમાં બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ભાવનગર, આણંદ, વડોદરા, ખેડા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, ભરૂચ, છોટા ઉદેપુર, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી 3 - image

4 નવેમ્બરની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે મંગળવારે (4 નવેમ્બર) ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી 2 - image