Video: કાળિયા ઠાકોરના લગ્નોત્સવનું ભવ્ય આયોજન

સોર્સ: gstv

ભારતભરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આજે દેવઉઠી અગિયારસ એટલે કે પ્રબોધિની અગિયારસ નિમિતે તુલસી વિવાહની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે. આ પાવન અવસરે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કાળિયા ઠાકોર અને માતા તુલસીના શાહી વિવાહને લઈને ભારે ઉત્સાહ અને તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ઉત્સવ અંતર્ગત ભગવાન શ્રી રણછોડરાયજીનું સુવર્ણ સ્વરૂપ ભવ્ય શોભાયાત્રા સાથે નગરચર્યાએ નીકળશે. જેમાં હજારો શ્રદ્ધાળુઓ જય રણછોડના નાદ સાથે જોડાશે. નગરચર્યા બાદ રાજાધિરાજ મંદિર પરિસરમાં ખાસ તૈયાર કરાયેલા કલાત્મક કુંજમંડપમાં તુલસી માતા સાથે બિરાજમાન થશે. જ્યાં કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વેદોક્ત અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર તેમજ પરંપરાગત લગ્નગીતો સાથે દિવ્ય લગ્નવિધિ સંપન્ન કરવામાં આવશે. આ શુભ પ્રસંગે સમગ્ર રણછોડરાય મંદિર પરિસર, ગર્ભગૃહ અને ગુંબજને દેશ-વિદેશના રંગબેરંગી ફૂલોથી અદભૂત રીતે શણગારવામાં આવ્યા છે. ઠાકોરજીના આ અલૌકિક વિવાહ ઉત્સવના દર્શન કરવા માટે વહેલી સવારથી જ વૈષ્ણવો અને ભક્તોની ભારે ભીડ ડાકોર ખાતે ઉમટી પડી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત