Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : Court sentences teacher who bludgeoned to death to 6 years in prison

Khedaના કપડવંજમાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર શિક્ષકને કોર્ટે 6 વર્ષ જેલની સજા ફટકારી

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Khedaના કપડવંજમાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર શિક્ષકને કોર્ટે 6 વર્ષ જેલની સજા ફટકારી
સોર્સ : GSTV

Kheda News: ખેડામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે છેડતી કરવાની ઘટના સામે આવી હતી જેમાં આખરે આરોપી શિક્ષકને કોર્ટે સજા ફટકારી છે. ખેડા જિલ્લાના કપડવંજની એક શાળામાં કપડવંજ કોર્ટે વિદ્યાર્થીનીને શારિરીક અડપલા કરનાર આરોપી શિક્ષકને છ વર્ષ કેદની સજા ફટકારી છે.

App Store

મળતી માહિતી પ્રમાણે, ગત વર્ષે આરોપી મુખ્ય શિક્ષક અખ્તરઅલી સૈયદે પોતાની શાળાની 9 વર્ષની કિશોરી સાથે બે વખત શારીરિક અડપલા કર્યા હતા. સમગ્ર મામલે હેવાન શિક્ષક વિરૂદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો. 19થી વધુ દસ્તાવેજી પુરાવા અને 9 મૌખિક પુરાવા તેમજ સરકારી વકીલ મિનેષ પટેલની દલીલો ધ્યાને લઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી અખ્તરઅલી મહેબુબમિયા સૈયદને છ વર્ષની કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે ભોગ બનનાર સગીરાને રૂપિયા એક લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.