Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ખેડા : 2 killed in accident between bus and rickshaw in Kapadvanj

Kheda Accident News: કપડવંજમાં બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 2ના ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 04 May 2025
લાઇવ ટીવીGoogle News
Kheda Accident News: કપડવંજમાં બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 2ના ઘટનાસ્થળે મોત

Kheda Accident News: ગુજરાતમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઈ રહી છે તેમ સતત અકસ્માતની ઘટના સામે આવી રહી છે. એવામાં ખેડામાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. ખેડા જિલ્લામાં કપડવંજ કઠલાલ રોડ પર પોરડા ભાટેરા પાસે અકસ્માત સર્જાયો હતો. સરકારી બસ અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો.

App Store

મળતી માહિતી પ્રમાણે, કપડવંજથી કચ્છ જતી સરકારી બસ અને રીક્ષા વચ્ચે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના ઘટના સ્થળ પર કમકમાટી ભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બયુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસને પણ જાણ કરાતાં કઠલાલ પોલીસને ઘટના સ્થળ પર પહોંચી હતી. બંને મૃતકોને પોસ્ટમોટર્મ અર્થે કઠલાલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.