Kheda News: મ્યુલ ખાતાધારકો પર ખેડા સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી
છેલ્લા ઘણા સમયથી મ્યુલ ખાતાધારકો સતત ચર્ચામાં રહે છે. હવે આવા મ્યુલ ખા

છેલ્લા ઘણા સમયથી મ્યુલ ખાતાધારકો સતત ચર્ચામાં રહે છે. હવે આવા મ્યુલ ખાતાધારકો પર ખેડા સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ એટીએસ (એન્ટી ટેરર સ્ક્વોડ) દ્વારા પણ ખેડામાં રજૂ કરાયેલા બે આતંકવાદી દ્વારા વીડિયો એડિટ પેટે ચુકવાયેલા પણ મ્યુલ એકાઉન્ટનો ઉપીયોગ થયો હોવાનું જણાવવામાં આવ્યું હતુ.
નોંધનીય છે કે, કુલ 26 મ્યુલ બેંક અકાઉન્ટસ, 357 ATM લોકેશન્સ ચેક કરી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત પાંચ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
હજુ પણ મ્યુલ ખાતાધારકો પર ગુનાઓ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ કાર્યવાહીમાં LCB, SOG, સાયબર ક્રાઇમની ટીમે સંયુક્ત કામગીરી કરી હતી.






