કવાંટ: પાઇપલાઇન લીકેજના ખાડામાં ડૂબી જતાં બે બાળકીઓના મોત, તંત્ર સામે સ્થાનિકોનો ભારે આક્રોશ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા મોટી ઝુડલ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલા મોટી ઝુડલી ગામે પાણીની પાઇપલાઇન લીક થવાના કારણે ભરાયેલા પાણીના ઊંડા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકીઓના કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘરના આંગણે રમતા-રમતા કાળ આંબી ગયો
મૃતક બાળકીઓના નામ
નીરુમતિ બુધારિયાભાઈ ભીલ (ઉંમર: 4.5 વર્ષ)
મીનાક્ષી બુધારિયાભાઈ ભીલ (ઉંમર: 3.5 વર્ષ)
એક જ પરિવારની બે સગી બહેનોના આ રીતે ડૂબી જવાથી મોતના પગલે માતા-પિતામાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. હાલમાં આ મામલે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે ગ્રામજનો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.






