VIDEO : સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલન પૂર્ણ કર્યું? કરણસિંહ ચાવડાએ આપ્યું મોટું નિવેદન
KaranSinh Chawda said that the Kshatriya ANDOLAN is not over | પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામેના ક્ષત્રિય આંદોલન અંગે આજે ફરી વાર સંકલન સમિતિની બેઠક મળી હતી. આ

પરશોત્તમ રૂપાલા અને ભાજપ સામેના ક્ષત્રિય આંદોલન અંગે આજે ફરી વાર સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ સંકલન સમિતિએ ક્ષત્રિય આંદોલન પૂર્ણ કર્યું એવા સમાચાર વાયરલ થયા છે. જો કે આ બેઠક બાદ સંકલન સમિતિના આગેવાનોએ પત્રકાર પરિષદ કરી હતી. સંકલન સમિતિના પ્રવક્તા વનરાજસિંહ ચાવડાએ મોટું નવેદન આપતા કહ્યું કે ક્ષત્રિય આંદોલન પૂર્ણ નથી થયું, અમે આંદોલનને વિરામ આપીએ છીએ.
તાજેતરમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આંદોલન પૂર્ણ થયું હોવાનું જણાવ્યું હતું. આ નિવેદન બાદ રાજપૂત સંકલન સમિતિએ આંદોલન પૂર્ણ ન થયું હોવાનું અને માત્ર વિરામ આપ્યો હોવાનું જણાવ્યું છે. કરણસિંહે કહ્યું કે તેમણે ભૂલથી આ નિવેદન આપી દીધું હશે.
કરણસિંહ ચાવડાએ કહ્યું ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું હતું તે આંદોલન કોઈ વ્યક્તિગત કે રાજકીય નહોતું. સમાજની અસ્મિતાની લડાઈ માટેની એક આ ચળવળ હતી. આંદોલનને હાલ વિરામ આપવામાં આવ્યું છે પરંતુ આંદોલન પૂર્ણ થયું નથી. હવે ચૂંટણીનું મતદાન પૂરું થયું છે ત્યારે તમામ રાજકીય પક્ષો સમાજના આગેવાનો કાર્યકરો તમામ લોકોને સંકલન સમિતિ દ્વારા જાણ કરવામાં આવે છે કે આ બાબતે કોઈપણ વ્યક્તિ પ્રત્યે રાગ દ્વેષ રાખવાના નથી.






